સુરતના સુંવાલીના દરિયા કિનારે રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો મોજ-મસ્તી કરવા માટે દરિયાકિનારે જતા હોય છે. ત્યારે ગઈકાલે સુવાલીના દરિયાકિનારે નાહવા પડેલા 5 યુવકો દરિયામાં ડૂબી હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયર વિભાગની ટીમને એક વ્યક્તિનું મૃતદેહ દરિયામાંથી મળી આવ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકો અને હજુ પણ કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નથી.
આજે પણ ફાયર વિભાગની ટીમ દરિયામાં ચારેયની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર ભટારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના 5 લોકો સુવાલી દરિયાકિનારે નાહતી વખતે ડૂબ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આઝાદનગરના 4 યુવકો નાહતી વખતે દરિયામાં ડૂબ્યા હતા.
જેમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. જ્યારે અન્ય ત્રણ યુવકોના મૃતદેહની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત ઇચ્છાપોરનો એક યુવક પણ દરિયામાં ડૂબી ગયો હતો. તેની પણ શોધખોળ ચાલુ છે. આજરોજ પણ આયા વિભાગની ટીમ 4 લોકોની શોધખોળ કરી રહી છે.
જ્યારે આ ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી. પાંચ યુવકોને દરિયામાં ડૂબતા જોઈને ત્યાં હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સુવાલીના દરિયામાં કિનારા નજીક ખાડા જેવું છે.
જેમાં લગભગ 7 ફૂટ ઊંડો ખાડો છે. ડૂબી ગયેલા યુવકો નાહતા નાહતા આ ખાડાની નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન એક પછી એક યુવક ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યું છે. હાલમાં અન્ય ચાર યુવકના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment