ધોળા ઉમરાળા રોડ પર ઈંટથી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા સર્જાયો ગંભીર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 10:21 am, Mon, 30 May 22

બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા-ઉમરાળા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અહીં રોડ પર ઈંટથી ભરેલો ટ્રક પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં બે શ્રમિકોના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ થોડા ગામે આવેલા એક ઈંટના ભઠ્ઠામાંથી ઈંટોનો જથ્થો ભરીને GJ 07 Y 1055 નંબરનો ટ્રક ત્રણ મજૂરો ડ્રાઈવર ક્લિનર સાથે ઈંટોનો જથ્થો ખાલી કરવા જતો હતો.

આ દરમિયાન ધોળા ઉમરાળા રોડ પર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કારણોસર ટ્રક રોડની સાઈડમાં જઈને પલટી ખાઇ ગયો હતો. અકસ્માતના પગલે ત્રણ મજૂરો ઈંટોના ઢગલામાં દબાઈ ગયા હતા. જેમાંથી બે મજુરોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

જ્યારે ડ્રાઈવર-ક્લિનર અને અન્ય એક મજૂરને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં ઉકાભાઇ નામના વૃદ્ધ તથા ટીણાભાઈ નામના યુવાનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોળા ઉમરાળા રોડ પર ઈંટથી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા સર્જાયો ગંભીર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*