રવિવારના રોજ સવારે બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગંગા નદીમાં નહાવા ગયેલા પાંચ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી 3 ભાઈઓના કરૂણ મૃત્યુ થયા છે. હજુ પણ એક યુવકને શોધખોળ ચાલી રહી છે. ડૂબી ગયેલા ચાર યુવાનો પિતરાઈ ભાઈઓ છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્યાં હાજર રહેલા એક યુવકને બચાવી લીધો. મળતી માહિતી અનુસાર ગંગા નદીમાં પાંચ યુવકોને ડૂબતા જોઈને મહિલાએ પોતાની સાડી વડે યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક યુવકના હાથમાં મહિલાની સાડી આવી ગઈ તેથી તેનો આબાદ બચાવ થયો છે.
અન્ય ચાર યુવકો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટના ગોપીગંજ કોતવાલી વિસ્તારના બિહરોજપુર ગંગા ઘાટની છે. મળતી માહિતી અનુસાર કોલાપુર ગામમાં રહેતા 5 યુવકો ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા.
આ દરમિયાન પાંચેય યુવકો અચાનક ગંગા નદીના ઊંડા પાણીમાં નાહતા નાહતા ચાલ્યા ગયા હતા. પછી અચાનક જ પાંચેય યુવકો નદીમાં ડુબવા લાગ્યા. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલા એક યુવકને બચાવી લીધો. ત્યારે અન્ય ચાર યુવકો ગંગા નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ડૂબી ગયેલા ચારેય યુવકો પિતરાઈ ભાઈઓ હતા. મળતી માહિતી અનુસાર ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય એક યુવકના મૃતદેહની શોધખોળ ચાલુ છે. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષીય પ્રવેશ, 15 વર્ષીય લકી અને અંકિત મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. જ્યારે 24 વર્ષીય પ્રભાત મૃતદેહ મળ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment