રાજકોટમાં કંકોત્રી વહેંચવા નીકળેલા યુવાનને ફોર્ચ્યુનર કાર લગાવી જબરદસ્ત ટક્કર, ત્રણ બહેનોનો એકનો એક ભાઈ ગુમાવ્યો – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ

Published on: 10:27 am, Mon, 16 May 22

હાલમાં રાજકોટમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક કારચાલકે એક્ટિવા ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલક યુવાન પાંચ ફૂટ હવામાં ફંગોળાઈને રસ્તા પર પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર એક્ટિવા ચાલક યુવાનના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કંકોત્રી વહેંચવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકોએ ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક્ટિવા ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ યુવાનના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલો યુવાન ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર મનીષ નામનો 27 વર્ષીય યુવાન પોતાની પિતરાઇ બહેનના લગ્નની કંકોત્રી વહેંચવા માટે પોતાની એક્ટીવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી એક ફોર્ચ્યુનર કારે મનીષને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે મનીષ પાંચ ફૂટ હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ મનીષને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના ગઇકાલે બની હતી. મનીષ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં કંકોત્રી વહેંચવા નીકળેલા યુવાનને ફોર્ચ્યુનર કાર લગાવી જબરદસ્ત ટક્કર, ત્રણ બહેનોનો એકનો એક ભાઈ ગુમાવ્યો – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*