ભાવનગરમાં 5 વર્ષ પહેલા માતાને ભગાડી જનાર યુવાન પર, દિકરાએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

ભાવનગરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના બુધેલ ગામે જૂની અદાવતે સરતાનપર ગામના યુવાનનો ઘરમાં ઘૂસીને જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર પાંચ વર્ષ પહેલા માતાને ભગાડી જતા દીકરાએ બદલો લેવા માટે યુવાનનો જ ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સરતાનપર ગામે રહેતો 24 વર્ષ કાળુ રવજી મકવાણા લગભગ પાંચ વર્ષ પહેલા કાનો પોપટ રાઠોડ નામના યુવકની માતાને ભગાડીને લઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ કાનાએ બદલો લેવાનો માંડી વાળ્યું હતું. ત્યારબાદ કાળું રવજી મકવાણા બુધેલ ગામે રહેતી તેની બહેન નિતા બુધા મેર ના ઘરે રહીને મજૂરી કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે કાનો કાળુના ઘરે પહોંચીને મન ફાવે તેવું બોલવા લાગ્યું હતું.

કાળુ ઘરની બહાર આવીને કાનાને અપશબ્દ બોલવાની ના પાડી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ આરોપી કાનાએ ધારદાર વસ્તુ વડે કાળુ ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કાળુને સારવાર મળે તે પહેલાં તો તેનું કરુણ મૃત્યુ થયું હતું.

ઉપરાંત ઘટનામાં કાનો પણ ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બની આબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*