હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. પરિવાર સાથે કેદારનાથ ગયેલો પાંચ વર્ષનો માસુમ બાળક ખાડામાં પડી ગયો હતો. આ કારણોસર તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલો બાળક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. આ ઘટના બનતા જ માતા-પિતા પડી ભાંગ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આગ્રાના ટ્રાન્સ યમુના કોલોની બી બ્લોકમાં રહેતા વિજય ગુપ્તા ટિકિટ બુકિંગનું કામ કરે છે.
તેમના પરિવારના એક સંબંધીએ હરિદ્વારમાં ભંડારાનું આયોજન કર્યું હતું. તેથી વિજયભાઈ પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરા શિવાય ગુપ્તા અને સાઢુ પરિવાર સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. હરિદ્વારમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને કેદારનાથ જાવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. શુક્રવારના રોજ વિજય ગુપ્તાનું પરિવાર અને તેમના સાઢુનું પરિવાર કેદારનાથ પહોંચ્યું હતું.
પરિવારના તમામ સભ્યો ગૌરીકુંડથી ભીમ્બલી સુધી ઘોડા પર સવાર થઈને ગયા હતા. ત્યારબાદ ત્યાંથી પરિવારના તમામ સભ્યો ચાલવા લાગ્યા હતા. રસ્તામાં વિજય ગુપ્તાનો 5 વર્ષનો દીકરો શિવાયને થાક લાગી ગયો હતો. તેથી 2000 રૂપિયામાં એક નેપાળી પીઠુ નક્કી કર્યો હતો. બાળક નેપાળી યુવકના પેટ પર બેસી ગયો હતો.
નેપાળી પીઠુ ઝડપથી આગળ વધી રહ્યો હતો, તેથી બાળકના માતા-પિતા પાછળ રહી ગયા હતા. મળતી માહિતી અનુસાર વિજય ગુપ્તા અને તેમના પત્ની ઉપર ચડી ગયા હતા. પરંતુ તેમનો બાળક અને નેપાળી પીઠુ હજુ સુધી ઉપર પહોંચ્યા ન હતા. તેમને લાંબો સમય સુધી બંનેની રાહ જોઈ.
પરંતુ બંને આવ્યા નહીં તેથી વિજય ગુપ્તા અને તેમની પત્ની પોતાના દીકરાની શોધ ખોળમાં ફરીથી નીચે ગયા હતા, પરંતુ દીકરો મળ્યો નહીં. ત્યારબાદ તેમને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. થોડા કલાકો પછી પોલીસે જાહેરાત કરી કે ખાડામાંથી એક બાળકનું મૃતદેહ મળી આવ્યું છે. આ વાત સાંભળીને વિજય ગુપ્તા અને તેમની પત્ની ઘટના સ્થળે પહોંચી આવ્યા.
ત્યારે તેમના બાળક શિવાયનું મૃતદેહ તેમને જોયું હતું. દીકરાનું મૃતદે જોઈને માતા-પિતા રડી પડ્યા હતા. પોલીસે બાળકના મૃત દઈને પોસ્ટ મોટા માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. પરિવારના લોકોએ બાળકના અંતિમ સંસ્કાર કેદારનાથમાં જ કર્યા હતા. નેપાળી પીઠુ ફરાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment