આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પાંચ લોકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાંથી 2 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કારમાં સવાર થઈને 5 લોકો મધ્યપ્રદેશના મંદસૌરમાં સ્થિત જોગણીયા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.
દર્શન કરીને તેઓ પ્રતાપગઢ પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તામાં કાર બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા હતા અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના બોલિયાન અને વિશ્રિયા વચ્ચે બની હતી. આ ઘટનામાં 50 વર્ષીય હુસેનલાલ મીણા અને 55 વર્ષીય હમીરસિંહનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર કાર અચાનક બેકાબૂ થઈ જતા પલટી ખાઈ ગઈ હતી. તમામ લોકો માતાજીના દર્શન કરીને પ્રતાપગઢ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. અચાનક કાર કયા કારણોસર બે કાબુ થાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત દેને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હુસેનલાલ મીણા બરડિયા સરપંચ ઉપરાંત ભાજપ એસટી મોરચાના જિલ્લા મંત્રી પણ હતા. જ્યારે મૃત્યુ પામેલા હમીરસિંહ ભાજપના વરિષ્ઠ કાર્યકર હતા. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભાજપના કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment