પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ દાદીમાં રસ્તા ઉપર પપૈયા વેચી રહ્યા હતા, ત્યારે ખજૂર ભાઈ આ દાદીનું દુઃખ જોઈ શક્યા નહીં અને આટલા રૂપિયા આપીને દાદીની મદદ કરી….

Published on: 7:26 pm, Sat, 9 July 22

ગરીબોના દેવદૂત બનીને આવેલા એક ખજૂર ભાઈ કે જેને આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આજે ખજૂર ભાઈ સૌ કોઈ લોકો માટે મદદરૂપ થઈ રહ્યા છે.આજે ગુજરાતના મસીહા તરીકે પણ જાણીતા થયા છે ત્યારે તેઓ હાલ જરૂરિયાતમંદ લોગોની મદદ કરીને પુણ્યનું કામ કરી રહ્યા છે. તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનો અનોખું સ્થાન બનાવી દીધું છે તેમના માટે કહીયે એટલું ઓછું પડે.

આપણે સૌ પરિચિત છીએ કે ગત વર્ષે આવેલા એવા વાવાઝોડા દરમિયાન કેટલા લોકો બે ઘર બન્યા હતા,ત્યારે આ તમામ લોકોને નવા ઘર આપીને 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ઉનાળા દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે ઘણા એવા જરૂરિયાતમંદ લોકોને કુલર જેવી વ્યવસ્થા પણ કરી આપી હતી ત્યારે ધન્ય છે.

આવા માણસોને ધન્ય છે કે જેઓ આજે બીજા લોકો વિશે પણ વિચારે છે. આપણી સમક્ષ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં જ્યારે ખજૂર ભાઈ જતા હતા. તે દરમિયાન એક દાદીને જોઈ ગયા એ દાદી રસ્તા પર પપૈયા વેચી રહ્યા હતા, ત્યારે ખજૂર ભાઈ તેમની જોડે ગયા અને પપૈયા નો ભાવ પૂછ્યો ત્યારે દાદીએ તેમને ભાવ કીધું.

ત્યારબાદ ખજૂર ભાઈ બોલ્યા કે દાદી આ બધા પપૈયા મારે લેવા છે તો કેટલાનો માલ છે એવામાં જ દાદીએ કહ્યું કે આ બધા જ પપૈયા 500 રૂપિયાના છે. ત્યારે ખજૂર ભાઈએ એ બધા પપૈયા પેક કરાવ્યા અને દયનીય કાર્ય કરી એ દાદીને 10 હજાર રૂપિયા આપ્યા ત્યારે દાદી કહ્યું કે મારે ભાઈ આટલા બધા પૈસા જોતા નથી.

ખજૂર ભાઈ એ દાદીને કહ્યું કે દાદી આ પૈસા તમને મેં ખુશી ખુશી આપ્યા છે અને આ પૈસા તમારી મહેનતના જ છે. તેવું કહી તેમના હાથમાં 10,000 રૂપિયા આપ્યા હત, ત્યારે આવી સરાહનીય કાર્ય કરી રહેલા એવા ખજૂર ભાઈ કે જેમને સલામ છે. નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે તેનો એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના!

મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી પરંતુ આજના સમયમાં પણ તેઓ બીજા લોકો બીજા વિશે વિચારે છે એ જ મહત્વનું છે, ત્યારે આજ દિન સુધી ખજૂર ભાઈને ઘણાય વૃદ્ધોના આશીર્વાદ પણ મળી ચૂક્યા છે અને આવા લોકોને ધન્ય છે કે જેઓ માત્ર પોતાના સ્વાર્થ માટે જ નહી પરંતુ બીજા લોકો માટે પણ વિચારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ દાદીમાં રસ્તા ઉપર પપૈયા વેચી રહ્યા હતા, ત્યારે ખજૂર ભાઈ આ દાદીનું દુઃખ જોઈ શક્યા નહીં અને આટલા રૂપિયા આપીને દાદીની મદદ કરી…."

Leave a comment

Your email address will not be published.


*