ગઈકાલે વારસંગ ગામના ઠાકોર પરિવારના લોકો કાર લઈને મળવા જઇ રહ્યું હતું તે દરમિયાન તેમનું ધોળકા નજીક અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર ધોળકા થી થોડેક દૂર તેમની કારની આગળ એક ડમ્પર ચાલક જતો હતો.
તે ડમ્પર ચાલકની બેદરકારીના કારણે ઠાકોર પરિવારની ઇકો કાર ડમ્પર ની પાછળ ઘૂસી ગઈ હતી અને અકસ્માતમાં પરિવારના પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર વારસંગ ગામે રહેતા બહાદુરભાઇ પોતાના અને ભાઈઓ ના પરિવાર સાથે બરવાળ કુળદેવી ના દર્શન કરવા માટે ઇકો કાર લઈને નીકળ્યા હતા.
જ્યારે અકસ્માત થવાની હોય ત્યારે ઇકો કારમાં 14 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પોણા દસ વાગ્યાની આસપાસ ધોળકા બગોદરા હાઈવે પર તેમની કાર નો અકસ્માત ડમ્પર સાથે થયું હતું.
મળતી માહિતી અનુસાર ડમ્પર ચાલકે બીજી લાઈનમાં જઈને અચાનક બ્રેક લગાવી દીધી હતી. તેના કારણે કાર ચાલક મહેન્દ્રભાઈ કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઇકોને ડમ્પર ની પાછળ બચાવી લીધી હતી.
અકસ્માત એટલો ગંભીર બન્યો ઇકો કારનો આગળથી સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો. ઉપરાંત એક જ પરિવારના પાંચ લોકોનો એક સાથે જીવ ચાલ્યો ગયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment