ગુજરાતના અમરેલીમાં સિંહની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અમરેલીમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલીમાં રોજબરોજ સિંહની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ગઈ રાત્રે બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ બાબરકોટ ચોકડી નજીક ભુતનાથ પેટ્રોલ પંપ પર પાંચ સિંહો ધુસિ આવ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર બે આંકડાઓ પણ હાજર હતા. સિંહો સૌપ્રથમ બંને આંખલાઓને ચારે બાજુથી ઘેરવાનું શરૂ કરી દે છે. આખલાઓના શિકાર કરવા માટેની તૈયારીઓ કરે છે.
ત્યારે આખલાઓએ પોતાનો જીવ બચાવવા માટે પ્રતિકાર પગલા ભર્યા હતા, જેના કારણે સિંહો પાછા જતા રહ્યા હતા. આ પગલા ભરીને આખલાઓ એ પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બે આખલાઓની આસપાસ પાંચ સિહો આટા ફેરા કરી રહ્યા છે.
પરંતુ આખલાઓની હિંમત જોઈને સિંહોએ શિકાર ટાળ્યો હતો અને જંગલ તરફ જતા રહ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
2 આખલાઓ સામે 5 સિંહો પાછા પડી ગયા…! અમરેલીમાં સિંહોનું ટોળો આખલાઓનો શિકાર કરવા માટે આવ્યું, પરંતુ ત્યારે કંઈક એવું બન્યું કે – જુઓ વિડિયો pic.twitter.com/JFoHp3JXYW
— GUJJU ROCKZ (@gujju_rockz) July 26, 2022
લગભગ આઠ મહિના પહેલા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં એક સિંહ દ્વારા એક પશુને શિકાર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આખલાઓ ત્યાં પહોંચ્યા હતા અને આખલાઓએ મળીને સિંહ પર પ્રહાર કર્યો હતો. જેના કારણે સિંહને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment