દુનિયાનો નિયમ છે કે જે લોકોનો જન્મ લે છે તે લોકોનું મૃત્યુ નિશ્ચિત છે. લોકોને આ દુનિયા છોડીને એક દિવસે જવાનું જ છે જ્યારે તમે એવું પણ સાંભળ્યું હશે કે દંપતી એક સાથે દુનિયા છોડીને જતા રહેતા હોય છે. એવો જ એક કિસ્સો જોવા મળ્યો કે જ્યાં દંપતીનો એક સાથે મૃત્યુ થયું હતું.
આ બાબતે સાથે જીવશું અને સાથે મરશુ આ વાતને સત્યમાં સાબિત કરી બતાવી અને દંપતી ચોલી મંડપમાં પણ સાથે જીવવા મરવાની કસમ ખાતા હોય છે. ત્યારે જે લોકોએ જન્મ લીધો છે. તેમને એક દિવસ મરવાનું જ છે. આ કિસ્સા વિશે જણાવીશ તો આ કિસ્સો દાહોદના ગરબાડા તાલુકાના ગામનો છે.
જ્યાં એક વૃદ્ધ દંપતી એ એક પછી એક આ દુનિયાને અલવિદા કરી છે. મનુભાઈ રૂપાભાઈ પંચાલ કે જેમની ઉંમર ૭૭ વર્ષની છે અને તેમના પત્ની ભાનુબેન પંચાયત કે જેવો ૭૫ વર્ષના છે આ દાદા-દાદીને ઉંમરને લીધે દમની બીમારી હતી.
ત્યારે દાદાની તબિયત અચાનક ખરાબ થઈ જતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને દાદીની પણ તબિયત બરાબર ન રહેતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને જ્યારે દાદાનું અવસાન થયું ત્યારે એ વાતની જાણ દાદીને કરવામાં નથી આવી.
પરંતુ જ્યારે દાદી ને ઘરે પરત લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમણે દમ તોડી નાખ્યા અને તેઓને પણ રસ્તામાં જ મૃત્યુ નીપજયું હતું. દાદા ના મૃત્યુ બાદ પાંચ કલાક પછી તરત દાદી નું મૃત્યુ થયું કિસ્સા એ સાથે જીવશુ સાથે મરશુ સાબિત કરી.
બંનેના એક સાથે મૃત્યુ થવાથી પરિવારમાં દુઃખ નો માહોલ સર્જાઈ ગયો અને દુઃખનો માતમ છવાયો. નવાઈની વાત એ છે જ્યારે આ દંપતી ની અંતિમયાત્રા એક જ સાથે નીકળી અને તેમના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. અને દંપતીએ એકસાથે દુનિયામાંથી વિદાય લીધી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment