કારમાં ફરવા નીકળેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર મહુ-નીમય હાઇવે પર કાર અચાનક બેકાબૂ બનતા પલટી ખાઈ ગઈ હતી અને રસ્તા પરથી 30 મીટર દૂર ખેતરમાં જઈને પડી હતી. આ ઘટનામાં એક બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

જ્યારે 4 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

કારમાં સવાર તમામ બાળકો બાંસવાડા કુશલગઢના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓ રવિવારના રોજ સાંજે ફરવા નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. જવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સાંજે કેટલાંક બાળકો એક કાર લઈને રતલામ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક કાર બેકાબુ થઇ ને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર તમામ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પાંચેય બાળકોની સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી રતલામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુશલગઢનો રહેવાસી ગગન નામનો 15 વર્ષીય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને વધુ સારવાર માટે ઇન્દોર રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ ઇન્દોર પહોંચે તે પહેલા રસ્તામાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર ગગન ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. ગગનના મૃત્યુના સમાચાર સાંભળીને માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*