ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વેપર સોમવારના રોજ સવારે પૂરું પાડ ઝડપે જ અધિકાર રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાંથી એક યુવકનો જન્મદિવસ હતો. મળતી માહિતી અનુસાર જન્મદિવસની ઉજવણી કરવા માટે યુવકો અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા 17 વર્ષીય અમન પ્રતાપસિંહ નરવાણ, 19 વર્ષીય માર્ક ક્રિશ્ચિયન અને 20 વર્ષીય ધ્રુમિલ સમીરભાઈ બારોટ, મંથન દેવ અને અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો GJ 18 BF 8813 નંબરની કારમાં સવાર થઈને અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા.
તેઓ એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર ઉભેલા ટ્રકની પાછળ તેમની કાર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં અમન અને માર્ક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધ્રુમિલને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર હાલમાં વડોદરાની હોસ્પિટલમાં મંથન અને અભિષેકની સારવાર ચાલી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમનનો જન્મદિવસ હોવાના કારણે તેઓ ઘરેથી કેક કાપીને વડોદરા જવા માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બનવાને કારણે મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment