ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે મૃત્યુ પામેલા મિત્રોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. ત્યારે આજરોજ પાંચેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ચાર મિત્રોની એક સાથે અર્થી ઉઠી હતી. અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા.
આ ભયંકર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના ખંડવા માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર કાર અને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા તમામ લોકો ખૂબ જ ખરાબ રીતે કચડાઈ ગયા હતા અને તમામના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટનામાં કારમાં ભરત, મનીષ, પંખુરાજ નામદેવ, આદિત્ય શર્મા અને અલ્કેશ નામના યુવકનું મોત થયું છે. પાંચેય મિત્રો અલ્કેશના સાળાના ઘરે ગયા હતા. રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાનો ભોગ બનેલી કાર મૃત્યુ પામેલા મનીષના પિતાના નામે રજીસ્ટર છે.
અલ્કેશના મૃત્યુના કારણે ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અલ્કેશ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અલ્કેશના શાળા મહેશ યાદવ નું ઓપરેશન થયું હતું. આ કારણોસર અલ્કેશ પોતાના મિત્રો સાથે મહેશ યાદવની ખબર કાઢવા માટે ગયો હતો. ખબર કાઢીને તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment