સમગ્ર દેશભરમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદી પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ બપોરે 2.30 વાગ્યાની આસપાસ બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબી જવાના કારણે ચાર બાળકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. મૃતકોમાં સગા ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર એક યુવકનું મૃતદેહ ઘટના સ્થળથી બે કિલોમીટર દૂર ઝાડીઓમાં ફસાયેલું મળ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ જોધપુરમાં બની હતી. અતિ ભારે વરસાદ 4 લોકો માટે જીવલેણ સાબિત થયો છે. બાવડી નગરીના ગોવિંદપુરા ગામે આવેલી ગવારીની ધાણીમાં ગેરકાયદેસર રીતે માટી કાઢવાની ખદાનોમાં ઉના ખાડાઓ પડ્યા છે.
અહીં બે દિવસ સતત ભારે વરસાદ પડવાના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરે 2.30 વાગ્યાની આસપાસ પાંચ બાળકો અહીં નાહવા આવ્યા હતા. આ દરમિયાન પાણીમાં ઉતરેલા પાંચેય બાળકો ડૂબા લાગ્યા હતા. બાળકોનો અવાજ સાંભળીને કેટલાક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
બાળકોને બચાવવા માટે કેટલાક લોકો પાણીમાં પણ કૂદ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ પાણીમાં ડૂબી રહેલા 11 વર્ષના બાળકનો જીવ બચાવી લીધો હતો. પરંતુ અન્ય ચાર બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. તેઓનો બચાવ થઈ શક્યો ન હતો. ત્યારબાદ બધાને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં હાજર ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 વર્ષીય અનિતા, 12 વર્ષીય કિશોર, 12 વર્ષીય પીન્ટુ અને 16 વર્ષીય સંજુનો મૃતકોમાં સમાવેશ થાય છે. મૃત્યુ પામેલી અનિતા અને કિશોર સગા ભાઇ બહેન હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા તમામ બાળકો ખેડૂત પરિવારથી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત આ ઘટનામાં અનિતા અને કિશોરનો મૃત્યુ થતાં તેના માતા પિતા પડી ભાંગ્યા હતા. એક જ પરિવારના બે બાળકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment