અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અહીં ઘણી વખત સિંહો રહેણાક વિસ્તારમાં આવી જતા હોય છે. આવા ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. ઘણી વખત રોડ ક્રોસ કરતા સિંહો પણ તમને દેખાયા હશે.
ત્યારે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક મોડી રાત્રે 5 જેટલા નાના-મોટા બાળસિંહો પોતાની એક અલગ મસ્તીમાં રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને વાહનચાલકોએ પોતાના વાહન ઊભા રાખી દીધા હતા. ત્યારે એક વાહનચાલકે પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગીર જંગલ બાદ અમરેલી જિલ્લાના રાજુલા, પીપાવાવ, જાફરાબાદ વિસ્તારોમાં અવારનવાર સિંહો દેખાતા રહે છે.
સિંહોને આ વિસ્તાર ખૂબ જ પસંદ છે. અહીના દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ જ ઠંડક રહે છે તેથી સિંહો અહીં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે અહીં સિંહોની સુરક્ષા માં વધારો કરવાની ખૂબ જ જરૂર છે. સ્ટેટ હાઇવે પર સતત નાના-મોટા વાહનોની અવરજવર થતી રહે છે.
મધ્યરાત્રે રોડ ક્રોસ કરી રહેલા 5 બાળસિંહ કેમેરામાં કેદ થયા, જુઓ આ બાળસિંહનો અનોખો વીડિયો… pic.twitter.com/ELKsIwSZnO
— GUJJU ROCKZ (@gujju_rockz) June 22, 2022
આ વિસ્તારોમાં વાહનની અડફેટમાં આવતા અનેક વખત સિંહોના મૃત્યુ થયા છે. અહીં અકસ્માતની ઘટનામાં વધારો થાય તે પહેલા વનવિભાગને કાર્યરત થવાની જરૂર છે. હાલમાં રોડ ક્રોસ કરી રહેલા પાંચ બાળસિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment