આજકાલ અમુક વખત એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચા પીધા બાદ એક જ પરિવારના 2 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે.
આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ચા પીધા બાદ એક પછી એક બધા બેહોશ થવા લાગ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારના લોકોને હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ બેહોશ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ચારેય મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના મોનપુરીની છે. અહીં ભાઈ બીજના દિવસે એક ઘરમાં કંઈક એવી ઘટના બની કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચારી હોય. મળતી માહિતી અનુસાર નાગલા કન્હાઈ ગામના રહેવાસી શિવાનંદનના ઘરે ગુરૂવારના રોજ સવારે એટલે કે ભાઈબીજના દિવસે ભાઈબીજની તૈયારીઓ ચાલી રહી હતી.
તિલકપુર જિલ્લાના રહેવાસી 55 વર્ષીય સસરા રવિન્દ્ર સિંહ ફિરોઝાબાદથી પોતાના ઘરે આવ્યા હતા. પરિવારના લોકોએ બેઠા બેઠા ચા પીધી હતી. પડોશમાં રહેતા સંબંધીઓ પણ ઘરે આવ્યા હતા. ચા પીધા બાદ અચાનક જ રવિન્દ્રસિંહ અને પડોશી બેહોશ થઈ ગયા હતા. પરિવારના લોકો આ ઘટના બનતા જ દોડતા થઈ ગયા હતા.
હજુ તો પરિવારના લોકો આ બંનેની સંભાળ લે ત્યાં 35 વર્ષીયા શિવાનંદન અને 6 વર્ષનો દીકરો શિવાંગ અને 5 વર્ષના દીકરા દિવ્યાંશની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. પરિવારના લોકો બેભાન થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રવિન્દ્રસિંહ, શિવાંગ અને દિવ્યાંશને મૃત જાહેર કર્યા હતા.
ત્યારે સારવાર દરમિયાન સોબરન સિંહનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર હાલમાં શિવાનંદનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે. ચારેયના મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોની પૂછપરછ શરૂ કરીને માહિતી એકઠી કરી હતી. મળતી માહિતી અનુસાર ઘરની એક મહિલાએ ચા બનાવી હતી. મળતી માહિતી અનુસાર ચા બનાવતી વખતે તેને ચામાં નખાતી વસ્તુઓની જગ્યાએ જંતુનાશક દવા નાખી દીધી હતી. જેના કારણે ઝેરી ચા બની હતી. મહિલાની એક નાનકડી એવી ભૂલ ના કારણે પરિવારના ચાર સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment