મિત્રો ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ હોય સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતને ધ્યાનમાં લઈને આ પ્રકારનું પગલું કરી લે છે. ત્યારે વડોદરામાં એક 27 વર્ષે મિકેનિકલ એન્જિનિયરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ યશ અગ્રવાલ હતું. તે જે કંપનીમાં ફરજ બજાવતો હતો તે જ કંપનીમાં પટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, સુસાઇડ કરતા પહેલા યશે 1 કલાક 10 મિનિટ સુધી ઘટના સ્થળે આટા ફેરા માર્યા હતા.
ત્યારબાદ તેને ગળાફાંસો ખાઈને પોતાનું પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યશના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. યશ મકરપુરા જીઆઇડીસી માં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતો હતો. તે વડોદરા અકોટા પટેલ એસ્ટેટ પાસે સન્મુખ પાર્કમાં રહેતો હતો. તેને 2 જુલાઈએ રાત્રે કંપનીમાં રાત્રે પટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મોડી રાત થઈ ગઈ છતાં પણ યશ ઘરે ના આવ્યો તેથી પરિવારના લોકોએ તેની કંપનીમાં ફોન કર્યો હતો. ત્યારે પરિવારના લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
યશ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મળ્યા માં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
વડોદરામાં લગ્નના 4 મહિના બાદ એક યુવકે પટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જુઓ સુસાઈડના CCTV ફૂટેજ pic.twitter.com/aI0TJhdaGu
— GUJJU ROCKZ (@gujju_rockz) July 5, 2022
મળતી માહિતી અનુસાર મૃતક યુવકનો ભાઈ સિંગાપુર ખાતે હોવાથી તેના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને માંજલપુર પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આમ અમને પોલીસે મૃતક યુવકના પરિવારજનોની પણ પૂછપરછ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment