ઊંઘમાં સુતેલા પરિવારના 4 સભ્યો જીવતા સળગી ગયા… માતા-પિતા અને બે બાળકોનું દર્દનાક મોત…

હાલમાં બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વેપારી અને તેના પરિવારના 3 સભ્યોનું રિબાઈ રિબાઈને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે એક હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યો જીવતા સળગી ગયા હતા. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. આ ઘટના પુણે માંથી સામે આવી રહી છે.

हादसे में जान गंवाने वाले चिमनाराम चौधरी और उनका बेटा भावेश। (फाइल फोटो)

વિગતવાર વાત કરીએ તો, ચીમનલાલ ચૌધરી નામના 48 વર્ષના વ્યક્તિ પોતાના પરિવાર સાથે પુણેના પૂર્ણા નગરમાં પૂજા હાઈટ્સ નામની બિલ્ડિંગમાં રહેતા હતા. ચીમનરામના પરિવારમાં તેમની પત્ની નમ્રતા ચૌધરી, 15 વર્ષનો દીકરા ભાવેશ ચૌધરી અને 13 વર્ષના દીકરા સચીન ચૌધરીનો સમાવેશ થાય છે.

पुणे में हुई घटना में नम्रता चौधरी और उनका बेटा सचिन जिंदा जल गए। (फाइल फोटो)

મળતી માહિતી અનુસાર ચીમનરામ પૂજા હાઈટ્સ બિલ્ડીંગના ભોયરામાં હાર્ડવેર ની દુકાન ચલાવતા હતા. ત્યારે ગઈકાલે એટલે કે બુધવારના રોજ સવારે 5.25 વાગ્યાની આસપાસ તેમનો આખો પરિવાર દુકાનની ઉપરના રૂમમાં સૂતો હતો. આ દરમિયાન અચાનક જ દુકાનમાં આગ લાગી ઉઠી હતી.

Pali's family dies in fire in Pune | हार्डवेयर शॉप में लगी भीषण आग, पति- पत्नी और दो बच्चों की मौत - Dainik Bhaskar

ધીમે ધીમે દુકાનમાં લાગેલી આગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે રૂમમાં સૂતેલો આખો પરિવાર આગની જપેટમાં આવી ગયો હતો.જેના કારણે એક જ પરિવારના ચાર સભ્યો જીવતા સળગી ગયા હતા. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક જ પરિવારના ચાર સભ્યોના દર્દનાક મોત થતા જ સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અચાનક જ શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગી ઉઠી હતી. પરંતુ દુકાનમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દુકાનમાં આગ લાગતા જ એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*