એક જ ઘરમાંથી 4 દીકરીઓ ક્લાસ વન ઓફિસર,દીકરીને સાપનો ભારો સમજતા લોકો જરૂર થી વાંચે આ અહેવાલ

આ ગામના ચંદ્રસેન સાગર તથા તેમની પત્ની મીના દેવીએ 1981સાલ માં પહેલી દીકરીને જન્મ આપ્યો હતો. દીકરો હોય તો વધારે સારું તેવી ઈચ્છાને કારણે એક પછી એક એમ ચાર દીકરીઓનો જન્મ થયો હતો. જોકે, પછી ચંદ્રસેન સાગરે નક્કી કર્યું કે તે દીકરીઓને દીકરાઓની જેમ મોટી કરશે અને બહુ જ ભણાવશે.

જોકે, ગામડાંમાં આજે પણ દીકરીઓને વધારે ભણાવવા દેવામાં આવતી નથી. ચંદ્રસેનને ગામના લોકો મેણા-ટોણા મારતા હતા કે દીકરીઓને આટલું ભણાવવાનું ના હોય. તેમના જલ્દીથી હાથ પીળાં કરી દેવા જોઈએ.જોકે, ચંદ્રસેને નક્કી કર્યું હતું કે દીકરીઓને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી તેઓ ભણશે.

આ ચાર દીકરીઓએ યુપીએસસીની અઘરી પરીક્ષા પાસ કરીને ખૂબ મોટી સફળતા મેળવી છે.આ દીકરીની સાથે સાથે જમાઈ પણ ખૂબ જ સફળ છે. ઘરમાં જમાઈની સાથે પરિવારમાં બે આઈએએસ, એક આઈપીએસ, બે આઈઆરએસ.

ઘરમાં મોટી દીકરી અર્જિત સાગરે 2009 ની સાલ માં બીજા પ્રયાસમાં 628મો રેન્ક યુપીએસસીમાં હાંસિલ કર્યો હતો.હાલમાં અર્જિત આઈએએસ છે અને હાલમાં જોઈન્ટ કમિશ્નર કસ્ટમ મુંબઈમાં પોસ્ટેડ છે. આંધ્રપ્રદેશના સુરેશ મેરુગુ સાથે લગ્ન કર્યાં છે.સુરેશ પોતે આઈઆરએસ ઓફિસર છે.

બીજી દીકરી અર્પિત 2015 ની સાલમાં બીજા પ્રયાસમાં આઈએએસ અધિકારી બની ગઈ હતી.તે ગુજરાત કેડરની આઈએએસ અર્પિત વલસાડમાં ડીડીઓ તરીકે કામ કરે છે. તેણે ભીલાઈના છત્તીસગઢના બેંકકર્મી વિપુલ તિવારી સાથે લગ્ન કર્યાં છે. ત્રીજી દીકરી અંશિકા તથા ચોથી દીકરી અંકિતા સાગર પ્રાઈવેટ જોબ કરે છે. બંને ગ્રાફિક ડિઝાઈનર છે.

પાંચમી અને સૌથી નાની દીકરી આકૃતિ સાગરે વર્ષ 2016 ની સાલમાં બીજા પ્રયાસમાં યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. હાલમાં આકૃતિ દિલ્હી જળ બોર્ડની ડિરેક્ટર છે. આકૃતિએ આઈપીએસ સુધાંશુ ધામા સાથે લગ્ન કર્યાં છે. સુધાંશુ યુપી, બાગપતમાં રહે છે. હાલમાં સુધાંશુ દિલ્હીમાં પોસ્ટેડ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*