સામાન્ય પગાર ધરાવતા આ વ્યક્તિના ઘરેથી 4 કરોડ રોકડા રૂપિયા નીકળ્યા, પોલીસ પણ પૈસા ગણી ગણીને થાકી ગઈ, ઘરમાં જ્યાં જુઓ ત્યાં…

હાલમાં બનેલી એક ખૂબ જ ચોક આવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભષ્ટ અધિકારીના ઘરે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન તેના ઘરમાંથી એટલા રૂપિયા નીકળ્યા કે પોલીસ પણ રૂપિયા ગણી ગણીને થાકી ગઈ. પોલીસને ભ્રષ્ટ અધિકારીના ઘરમાંથી 4 કરોડ રોકડા રૂપિયા મળી આવ્યા છે.

આટલું જ નહીં પરંતુ આ અધિકારીના નામે 8-8 ફ્લેટ છે. આ ભ્રષ્ટ અધિકારીની મિલકત જોઈને રેડ પાડવા ગયેલી ટીમ પણ ચોકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર સર્વેલન્સ ટીમે બિહારના સુલતાનગંજમાં રહેતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમારના રેડ પાડી હતી. રેડ દરમિયાન કુલ 27 પ્રોપર્ટી તેમના ઘરેથી મળી હતી.

જેમાં 8 પ્લેટ અને બાકીની જમીનનો સમાવેશ થાય છે. 27 મિલકતો માંથી 21 મિલકતનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જીતેન્દ્રકુમાર 2012માં બિહાર સરકારમાં સામેલ થયા હતા. જીતેન્દ્ર કુમારની નોકરીના લગભગ 10 વર્ષ થઈ ગયા છે. તેમના કાયદેસરના પગારની ગણતરી કરવી, તો પગારની કુલ કિંમત 60 લાખ રૂપિયા છે.

જ્યારે જીતેન્દ્ર કુમારના ઘરે રેડ કરવામાં આવી ત્યારે કુલ અપ્રમાણસર મિલકતમાંથી 160 ટકા મિલકતો મળી આવી હતી. રેડ દરમિયાન તેમના ઘરેથી 4 કરોડ 11 લાખ 79 હજાર 700 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 36 લાખથી વધુ કિંમતનું આશરે 5.5 કિલો સોનું, એક લાખથી પણ વધારે કિંમતની ત્રણ કિલો ચાંદી મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર ઇન્વેસ્ટિગેશન દરમિયાન જીતેન્દ્ર કુમારની બેંકના એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 16 લાખ રૂપિયાની કેશ ડિપોઝિટ મળી છે. આ ઉપરાંત કંપનીઓમાં 19 લાખ રૂપિયાનું રોકાણ તેમને કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, જીતેન્દ્ર કુમારે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. સરકારી નોકરી કરતી વખતે તેમને ઘણા ભ્રષ્ટાચાર કર્યા છે.

તેમની સામે રાજ્ય સરકારમાં સતત ફરિયાદો થતી હતી. ત્યારબાદ આ કેસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ જીતેન્દ્રકુમાર પર લાગેલા આરોપની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટીમને ઘણા બધા પુરાવા મળી આવ્યા હતા. ત્યારબાદ શનિવારના રોજ અલગ અલગ પાંચ ટીમ બનાવીને તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*