રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 35 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુરેશભાઈ મગનભાઈ લોરીયા હતું અને તેમની ઉંમર ૩૫ વર્ષની હતી. આ ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે. સુરેશભાઈ રૂખડિયા ફાટક પાસે રહેતા હતા. ગઈકાલે રાત્રે લગભગ 8:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરે આવ્યા હતા.
ત્યારે તેમને ગભરામણ થાય છે તેવી વાત તેને તેમના પરિવારજનોને કરી હતી અને પછી તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ઇમર્જન્સી વોર્ડમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી.
પછી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે સુરેશભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
સુરેશભાઈ છુટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરેશભાઈ બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. ઘટના બનતા જ ચાર સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment