ગઈકાલે ગણેશના દિવસે સૌ કોઈ લોકોએ ગણપતિ દાદાને વિદાય આપી છે. ગણપતિ દાદાની વિદાય વખતે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ગણપત દાદાની મૂર્તિનું નદી, તળાવ, નહેર, દરિયો અથવા તો કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ગઈકાલે ગણપતિ વિસર્જનના દિવસે મોટેભાગના શહેરોમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી જેના કારણે કોઈ મોટો બનાવ ન બને.
ત્યારે ગણેશ વિસર્જન કરતી વખતે બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ રાજસ્થાનના રાજસમંદમાં બની હતી. અહીં ગણપતિ મૂર્તિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બનાસ નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય લોકો મૂર્તિ વિસર્જન માટે નદીના ઊંડાણ વાળા વિસ્તારમાં ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા અને નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ લોકોએ પોતાના બચાવ માટે ઘણી બૂમ પાડી, પરંતુ ત્યાં હાજર લોકોના અવાજ વચ્ચે આ લોકોની બૂમ કોઈને સંભળાય જ નહીં અને ત્રણેય પાણીમાં ડૂબી ગયા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના થોડા દિવસ પહેલાની છે. ગત રવિવારના રોજ ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે સવારથી જ બનાસ નદીના કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. ત્યાં હાજર લોકો ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી રહ્યા હતા. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પરંતુ મોડી સાંજે એક દુર્ઘટના બની કે ચારેય બાજુ માતમ છવાઈ ગયો. અહીં મૂર્તિ વિસર્જન દરમિયાન ત્રણ લોકો બનાસ નદીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક જ કોલોનીમાં રહેતા ચિન્ટુ, જતીન અને વિકાસ નામના યુવક બનાસ નદીમાં ડૂબી ગયા હતા. તેમના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ તથા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ત્રણેયને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય યુવકો ઘરેથી કરીને નીકળ્યા હતા કે, મમ્મી હું ગણપતિ વિસર્જનમાં જવું છું. પરંતુ સાંજે એના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment