Uttar Pradesh terrible accident: શનિવારના રોજ મોટી રાત્રે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની(Uttar Pradesh terrible accident) ઘટનામાં ત્રણ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હાઈ સ્પીડ કન્ટેનરરે ઢાબાની સામે પાર્ક કરેલી બોલેરો અને અને મારુતિ કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં બેઠેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત(Three youths died) થઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી. મળતી માહિતી અનુસાર ઝડપી કન્ટેનર ચાલકે રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ બોલેરો અને મારુતિને જોરદાર ટક્કર લગાવી હતી. જાણવા મળી રહ્યું છે કે કન્ટેનરનું ટાયર ફાટતા અચાનક જ કન્ટરનેટ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.
હાલમાં તો પોલીસે કન્ટેન્ટના ડ્રાઇવર અને હેલ્પર અને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 36 વર્ષીય રોશન, 27 વર્ષીય સોનુ અને 40 વર્ષીય નઈમ નામના ત્રણ યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં મારુતિ કારમાં બેઠેલો યુવકનો બચાવ થયો હતો.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા ત્રણેય યુવકો બિહારના રહેવાસી હતા. ત્રણેય બીહારથી એક સંબંધીને સારવાર માટે ગોરખપુર લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં સંબંધીને દાખલ કર્યા બાદ ત્રણેય બિહાર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય યુવકો બિહાર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાવા માટે તેમને ઢાબા ઉપર બોલેરો કાર ઉભી રાખી હતી.
બોલેરો તેમને રોડના કિનારે પાર્ક કરી હતી અને બોલેરો ની આગળ એક યુવકે મારુતિ કાર પાર્ક કરી હતી. રાત્રે એક વાગ્યાની આસપાસ જમ્યા બાદ ત્રણેય યુવકો બોલેરોમાં બેઠેલા હતા. આ દરમિયાન એક અનિયંત્રિત કન્ટેનરે બોલેરોને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બોલેરોમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા.
ભયંકર અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ કન્ટેનરનો ટાયર ફાટતાં આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment