આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગઈકાલે સાંજે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અભ્યાસ કરીને ગામમાં પરત ફરી રહેલા ચાર વિદ્યાર્થીઓ સાથે કંઈક એવી ઘટના બની કે આખું ગામ દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ચારેય વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબી ગયા હતા.
જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. જ્યારે એક વિદ્યાર્થીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારેય વિદ્યાર્થીઓ બાઈક લઈને ગામમાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની બાઈક અચાનક જ બેકાબુ બની ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલી બાઈક કેનાલમાં પડી હતી. આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો એક જ ગામના વતની હતા. આ ઘટના બનતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટના હરિયાણાના કરનાલમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના બની ત્યારે ત્યાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. તેને ચારેય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તે માત્ર એક યુવકને જ યોગ્ય સમયે પાણીમાંથી બહાર કાઢી શક્યો હતો. આ કારણોસર તે યુવકનો જીવ બચી ગયો હતો.
બાકીના ત્રણ યુવકોનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આ ભયંકર અકસ્માતની ઘટના બુધવારના રોજ મોડી રાત્રે આઠ વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યું છે કે ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ કેનાલમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
લગભગ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ ત્રણેય યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તથા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં સાહિલ, દિપેશ અને રિતેશ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે હિમાંશુ નામનો વ્યક્તિ પોતાના માસીના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે હિમાંશુને રસ્તામાં તેના મિત્ર દિપેશ, સાહિલ અને રિતેશ મળ્યા હતા.
ત્યારબાદ તે ત્રણેને બેસાડીને ગામ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ બાઈક ચાલક હિમાંશુએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી બાઈક કેનાલમાં પડી ગઈ હતી. ત્યારબાદ ચારેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ ચારેય યુવકોને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. તેમાંથી તે હિમાંશુને એકને બચાવી શક્યો હતો. બાકી ત્રણને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે બચી શક્યા નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment