હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેલરની અડફેટેમાં આવતા દંપતી સહિત ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ટ્રેલરના ટાયરની નીચે કચડાઈ જવાના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત થયા હતા. આ અકસ્માતની ઘટના નાગોર જિલ્લાની પાદુકલા બોર્ડર પર નેશનલ હાઈવે 58 પર બની હતી.
શનિવારના રોજ સાંજના સમયે 5.15 વાગ્યાની આસપાસ એક પતિ પત્ની અને એક યુવક બાઈક પર પુષ્કરથી નાગોર આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય રાકેશ પ્રજાપતિ, તેની પત્ની કિરણ પ્રજાપતિ અને 18 વર્ષના સાંવરરામ નામના યુવકનું મોત થયું છે.
આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ત્રણેય લોકો અજમેરમાં પુષ્કર સરોવરમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા રાખેસ અને કિરણના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા.
અકસ્માતની ઘટના બની ત્યારે ત્રણેયમાંથી એક પણે હેલ્મેટ પહેર્યું ન હતું. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળે જ ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટ્રેલર ચાલક ઓવરટેક કરવા જતો હતો,
આ દરમિયાન સામેથી આવતી બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. પરિવારજનોના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment