ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતપત રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા લોકો ત્રણેય જોડિયા તાલુકાના હતા. તે લોકો કાર લઈને ટીમલી ગામે સંબંધીના ઘરે ભજનનો કાર્યક્રમ હતો તેથી ત્યાં ગયા હતા. ભજન સાંભળીને કાર લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં લથપતર રોડ પર આવેલા ગોકુળપર ગામ નજીક એક આઇસર ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી. કાર અને આઇસર ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.
જેમાં કારમાં સવાર યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, જયદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરાએ અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હત. તેમને સૌપ્રથમ ધ્રોલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી તેમને જામનગર લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને મૃત્યુ પામેલા લાલજીભાઈના ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે તેમના ભાઈ 23 જાન્યુઆરીના રોજ રાત્રે ટીમલી ગામે સંબંધીને ત્યાં ભજનના કાર્યક્રમમાં ભજન સાંભળવા ગયા હતા.
રાત્રે 12 વાગ્યાની આસપાસ લાલજીભાઈ નો ફોન આવ્યો હતો કે, તેમને મિત્રો મળી ગયા છે જેથી તેઓ કારમાં ગેસ ભરાવી અને નાસ્તો કરવા જઈ રહ્યા છે. અને પછી તેઓ મિત્રોને ટીબડી મૂકીને પરત આવી જશે. પરંતુ રાત્રે એક દોઢ વાગે અજાણ્યા ફોન પરથી ફોન આવ્યો હતો કે તમારા ભાઈની કારનું અકસ્માત થયું છે. જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment