સુરત શહેરમાં ગત બુધવારના રોજ એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બાઈક ચાલક સાગર પાટીલ અને તેની પત્ની અશ્વિની આ ગંભીર અકસ્માતની ઘટનાનો ભોગ બન્યા હતા. મળતી માહિતી અનુસાર સાગર પાટીલ પોતાની પત્ની અશ્વિની સાથે બાઈક પર જઈ રહ્યો હતો.
આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર અશ્વિની ફંગોળાઈને દૂર જઈને પડી હતી. જ્યારે સાગર કારના બોનેટમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ કાર ચાલકે કાર ઊભી ન રાખી અને લગભગ 12 km સુધી સાગરને રોડ ઉપર ઘસેડીઓ હતો. આ કારણોસર સાગરનું દર્દનાક મોત થયું હતું.
અશ્વિની જ્યાં ફંગોળાય ત્યાંથી 12 કિલોમીટર દૂર બીજા તાલુકાની હદમાંથી મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસને ઘટનાના બે દિવસ બાદ મૃત્યુ પામેલા સાગરનું મૃતદેહ મળી આવ્યું હતું. ઘટના સ્થળે કોઈપણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ન હતા જેના કારણે સાગરના મૃતદેહ શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો પોલીસને કરવો પડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ઘટના બની ત્યાં આસપાસ કોઈપણ પ્રકારના સીસીટીવી ફૂટેજ હતા નહીં તેથી આ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નથી. આ ઘટનાના થોડા દિવસ બાદ એક જાગૃત નાગરિક મૃત્યુ પામેલા પરિવાર માટે દેવદૂત બનીને પોલીસ પાસે આવ્યો હતો. આ નાગરિક પાસે એવું સબૂત હતું કે જેનાથી પોલીસને ગુનો ઉકેલવામાં ખૂબ જ ઝડપી સફળતા મળી છે.
મિત્રો બે દિવસ પહેલા એક જાગૃતના રીતે પોલીસ સ્ટેશનમાં કારના નંબર સાથેનો વિડીયો પોલીસને આપ્યો હતો. વીડિયોના આધારે પોલીસે કામગીરી શરૂ કરી હતી અને વીડિયોના મારફતે પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી. વીડિયોના કારણે ગાડી અને એડ્રેસની ચોક્કસ પુષ્ટિ થઈ ચૂકી છે. કાર નંબરના આધારે પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી. અકસ્માત કરનાર કારચાલક હાલમાં ફરાર છે. પરંતુ ટૂંક જ સમયમાં પોલીસ તેને ઝડપી પાડશે.
સાગર ની પત્ની અશ્વિની પાટીલે ન્યાય માટે હૈયાફાટ રૂદન કર્યું હતું. સાગરના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આરોપી કાર ચાલકને કડકમાં કડક સજા થાય તેવી પરિવારના લોકોની માંગ છે. એક કાર ચાલકની બેદરકારીના કારણે આજે એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મિત્રો તમે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે આવા આરોપીઓને શું સજા કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો