મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દવા લઈને ઘરે જઈ રહેલા 3 મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાંથી 2 મિત્રોના કરુણ મૃત્યુ થયા છે અને એક મિત્ર ઈજાગ્રસ્ત થયો છે.
મહુધા નડિયાદ રોડ પર આવેલ ભૂલી ભવાની પાટીયા નજીક આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં નડિયાદ તરફથી બાઈક પર ત્રિપલ સવારીમાં આવી રહેલા યુવકો ની બાઈક બેકાબુ બનીને મહુધા તરફથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે બે મિત્રોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ત્રણ મિત્રો સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ગામથી નડિયાદ દવા લેવા માટે નીકળ્યા હતા. તેઓ નડિયાદ થી 1:00 વાગ્યાની આસપાસ દવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે મહુધા ભૂલી ભવાની પાટીયા નજીક તેમની બાઈક ટ્રક સાથે અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત થવાની શંકા જતા ટ્રક ચાલકે 70 ફૂટ દૂર ટ્રકની બ્રેક મારીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ બાઈક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની માહિતી મળતા 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં બે યુવકો એ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે એક યુવકને બેભાન અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 17 વર્ષીય મનહર રમેશભાઈ ઝાલા, 17 વર્ષીય ધવલ પ્રવીણભાઈ ડાભીનું કરુણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત 16 વર્ષેનો આર્યન કાનજીભાઈ ઝાલા નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. તેના માથાના અને પગના ભાગે ઈજા પહોંચતી હતી હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment