હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા 3 યુવકોના ટ્રેનની અડફેટેમાં આવી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. આ દુઃખદ ઘટના રાજસ્થાનમાં બની હતી. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટના અલવરના રાજગઢ સ્ટેશન પર ગુરૂવારના રોજ રાત્રીના સમયે બની હતી. લગભગ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ રાજગઢ રેલવે સ્ટેશન પર પોલીસ કોન્સ્ટેબલ ની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા ત્રણેય યુવકો ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા.
મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો રાજગઢ થી જયપુર જવા માટેના સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડ હતી. ત્યારે સ્ટેશન પર એવી વાતો થવા લાગી કે પેસેન્જર ટ્રેન આવી રહી છે. આ યુવકોએ વિચાર્યું કે, પેસેન્જર ટ્રેન આવી રહી છે. તો પ્લેટફોર્મ પર રોકાશે.
પરંતુ તે જ સમય અલવર તરફથી એક ડબલ ડેકર ટ્રેન આવી રહી હતી. આ ટ્રેન રાજગઢ ખાતે ઉભી રહેતી નથી. મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો પેસેન્જર ટ્રેનમાં ચડવાના પ્લેટફોર્મ પરથી નીચે ઉતર્યા અને રોંગ સાઈડમાં ટ્રેનમાં ચડવા માટે વચ્ચેના ટ્રેક પર આવ્યા. તેમને વિચાર્યું કે પેસેન્જરને ભીડથી બચીને તેઓ બીજી બાજુથી ચડી જશે.
હા દરમિયાન વચ્ચેના પાટા પર ડબલ ડેકર ટ્રેન આવી અને ત્રણેય યુવકો ટ્રેનની અડફેટેમાં આવી ગયા. જ્યારે ટ્રેન આવી રહી હતી. ત્યારે ત્રણેય યુવકો અને આજુબાજુ ઉભેલા લોકોએ સાઈડમાં જવા માટે બૂમ પાડી, પરંતુ ત્રણેયના કાનમાં ઈયરફોન હતા.
તેથી તેમને આજુબાજુના લોકોનો અવાજ સંભળાયો નહિ અને તેઓ ટ્રેનની અડફેટેમાં આવી ગયા. મૃત્યુ પહેલા એક મિત્રએ ત્રણેયનો ફોટો ફેસબુક માં અપલોડ કર્યો હતો. તે ફોટા માં લખ્યું હતું કે ચાલો પોલીસ બનીએ. આ ફોટો ત્રણેયના જીવનનો છેલ્લો ફોટો બની ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment