દાદા મોજમાં બાકી! આ દાદાએ બસ સ્ટેશન પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે, દાદાને જોવા માટે બસ સ્ટેશન પર… જુઓ વિડિયો

Published on: 3:55 pm, Fri, 13 May 22

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે એક એવો વિડિયો વાઇરલ થવા પામ્યો છે કે જેને જોઈને તમે આનંદિત થઈ જશો. સોશિયલ મીડિયામાં હાલ એક દાદાનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. બસ સ્ટેન્ડ પર એક દાદા ખૂબ જ અનોખી રીતે ડાન્સ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

સોશિયલ મીડિયા તો જાણે મનોરંજનનું સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સૌ કોઈ પોતાના ફ્રી સમયગાળામાં અવનવા વિડીયો જોવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં આ દાદાનો વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, દાદા ખૂબ જ સ્ફૂર્તી પૂર્ણ ડાન્સ કરી રહ્યા છે.

એક સ્થાનિક બસ સ્ટેન્ડ પર ભારે ભીડ વચ્ચે અચાનક આ દાદાએ ડાન્સ કરવાનું ચાલુ કરી દેતા સૌ કોઈ મૂંઝવણમાં મુકાયા હતા. બસોની અવરજવર અને લોકોની ભીડ વચ્ચે આ કાકા અચાનક જ ‘ગુડ નાલ ઇશ્ક મીઠા’ ગીત પર ડાન્સ કરતા નજરે પડ્યા છે.

બસ સ્ટેન્ડ પર હાજર કોઈ વ્યક્તિ દ્વારા આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પંજાબી ગીત પર ડાન્સ કર્યા બાદ તેઓ એક અલગ ગીત પર પણ ડાન્સ કરી રહ્યા હતા. તેઓ લોકો પાસે જઈને અલગ-અલગ પ્રકારના ચહેરાના હાવભાવ આપી રહ્યા હતા. બસ સ્ટેન્ડ પર કાકા ને જોવા માટે ભારે ભીડ જામી હતી.

તમને જણાવી દઇએ કે, આ વિડીયો youtube પર shashtri pawan bhardwaj ગામ ની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હજારોની સંખ્યામાં વ્યુઝ મળ્યા છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત આ વિડીયો પર અવનવી કોમેન્ટ પણ આપવામાં આવી રહી છે.

લોકો આ દાદાની ઉર્જા જોઈને વખાણ કરી રહ્યા છે. આટલી મોટી ઉંમરે આ પ્રકારનો ડાન્સ કરીને દાદાએ હજારો લોકો ને મનોરંજન પૂરું પાડ્યું છે. ત્યારે એક યુઝર દ્વારા કોમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કાકા એ તો મોજ કરાવી દીધી. લોકો આ વીડિયોને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાદા મોજમાં બાકી! આ દાદાએ બસ સ્ટેશન પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે, દાદાને જોવા માટે બસ સ્ટેશન પર… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*