ભાવનગરની 3 દીકરીઓએ કેદારનાથમાં ભગવાન શિવજીના દર્શન કર્યા અને પરત ફરતી વખતે દીકરીઓને મળ્યું દર્દનાક મોત, એક દીકરીના તો બે મહિના પહેલા જ…

મિત્રો તમને જણાવી દઈએ કે મંગળવારના રોજ કેદારનાથથી 2 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીનું  થઈ ગયું હતું. આ ઘટનામાં પાયલોટ સહિત સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હેલિકોપ્ટર પાથાથી ઉડાન ભરી હતી અને ગરુડચડ્ડી પાસે ક્રેશ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેમાંથી 3 ભાવનગરની દીકરીઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો અને અન્ય એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉર્વશી જયેશભાઈ બારટ, કૃતિ કમલેશભાઈ બારટ અને પૂર્વા રામાનુજ નામની ભાવનગરની યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કૃતિ અને ઉર્વશી બંને પિતરાઈ બહેનો હતી. બંને બહેનો ભાવનગરના દેસાઈનગર-2 રહેતી હતી. જ્યારે પૂર્વા ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતી હતી. ત્રણેય દીકરીઓ 14 તારીખના રોજ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગઈ હતી. 17 તારીખના રોજ તેમને જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટર ની ટિકિટ બુક કરાવી હતી.

યુવતીઓ દર્શન કરીને પરત ફરી રહી હતી. ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર અચાનક જ તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં ત્રણેય દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાવનગરની ત્રણ દીકરીઓના એક સાથે મૃત્યુ થતાં જ સમગ્ર ભાવનગર પથકમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રહેતી ઉર્વશી અમદાવાદની આઇટી કંપનીમાં નોકરી કરતી હતી. તેની સગાઈ બે મહિના પહેલા જ થઈ હતી. આ ઘટના બની તે પહેલા તેને છેલ્લી વખત પોતાના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી. કૃતિનું મૃત્યુ થતાં પરિવારના સભ્યોએ એકની એક લાડકી દીકરી ગુમાવી છે.

કૃતિ ભાવનગરની અલોહ સ્કૂલમાં નોકરી કરતી હતી. આ ઘટના બનતા આજ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકારે પણ પોતાનો દુઃખ વ્યક્ત કર્યું છે. અને મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*