હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ડેસર તાલુકાના જુના કેસરાના મુવાડા ખાતે 11 તારીખ ના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ એક મહિલાએ ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મૃત્યુ પામેલી મહિલાનું નામ કરિશ્માબેન પરમાર હતું. 2016માં કરિશ્માબેન અને દલપતભાઈએ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. કરિશ્મા બેનને ત્રણ દીકરીઓ છે. કરિશ્મા બેન ના પતિ દલપતભાઈ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
મળતી માહિતી અનુસાર 11 તારીખે સાંજે જ્યારે દલપતભાઈ કામ પૂરુંને ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં દલપત ભાઈના કાકા અને ભત્રીજો મળ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, કરિશ્મા બેહને ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કરિશ્મા બહેનના મૃતદેહને કબજે લઇને આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઇને દલપતભાઈ પરમારે જણાવ્યું કે, મારી પત્ની કરિશ્માને અમારા ઘરની સામે રહેતા રોહિતભાઈ અને તેમના પત્ની ચંપાબેન સાથે માથાકુટ થઇ હતી. અગાઉ પણ વારંવાર રોહિત ભાઈ મારી પત્નીને ન કરવાના ઈશારા કરતા હતા.
જેને લઇને દલપતભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કરિશ્મા બેનના મૃત્યુના કારણે ત્રણ નાનકડી દીકરીઓ માં વગરની થઈ ગઈ છે. આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment