ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્યારે ભદ્રવળ-1 અને 2 વચ્ચે પંચાયત ઓફિસ નજીક બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. ટીમાણાની નવયુગ શાળાના સ્કૂલ બસના ડ્રાઇવર સવારે નેસવડ કે ગામે સ્કૂલબસ લઈ શાળાના વિદ્યાર્થીઓને લેવા જઈ રહ્યો હતો.
ત્યારે તેને ભદ્રવળ ગામ પાસે અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ટીમાણા ગામે રહેતા.
અને નવયુગ શાળામાં સ્કૂલ બસના ડ્રાઇવર તરીકે નોકરી કરતા ફિરોજભાઈ અબ્દુલભાઈ સોરઠીયા ગઈકાલે સવારે છ વાગ્યાની આસપાસ નેસવડ ગામે સ્કૂલબસ લેવા પોતાની બાઇક લઇને જઈ રહ્યા હતા. ત્યારે ભદ્રવળ-1 અને 2 વચ્ચે પંચાયત ઓફિસ નજીક સામેથી આવી રહેલી GJ 05 AW 4846 નંબરના છોટાહાથી ટેમ્પાએ ફિરોજભાઈ ની બાઈક અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ફિરોજભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને આસપાસના લોકો દ્વારા 108ની મદદથી તળાજા સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 35 વર્ષીય ફિરોજ ભાઈનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે છોટાહાથી ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા ફિરોજભાઈ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. ફિરોજભાઈના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment