આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો સામે આવી રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટી રહ્યા છે, ઘણા લોકો રોડ અકસ્માત નો ભોગ બનતા હોય છે. કોઈ કુદરતી અકસ્માત નો ભોગ બને છે, હાલ ચોમાસા નો માહોલ હોય ઘણી જગ્યાએ કેટલીક દુર્ઘટના ઘટવાની પણ ખબર આવતી હોય છે.
ત્યારે હાલ બનાસકાંઠામાં ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા તેરવાડા ગામમા ત્રણ બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત થવાના કારણે આખા ગામમાં હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી અનુસાર મોતને ભેટનાર ત્રણ બાળકોમાં બે સગા ભાઈઓ હતા અને ત્રણેય શાળાએથી પરત ફરતા સમયે આ દુર્ઘટના બની હતી. આ ત્રણે બાળકો કાંકરેજની ફતેપુરા શાળામાં અભ્યાસ કરવા માટે જતા હતા. જ્યાંથી શાળા છૂટ્યા બાદ તે પોતાના ગામ તેરવાડા પરત ફરી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તળાવ પાસે તે કુદરતી હાજતે જવા માટે ગયા. આ દરમિયાન તળાવ પાસે એક વિદ્યાર્થીનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે બાકીના બંને વિદ્યાર્થીઓ તેને બચાવવા માટે જતા તે પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ત્રણે બાળકોની લાશ ને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
જે બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાળકોમાં બે સગા ભાઈઓ કિશન રમેશભાઈ ઠાકોર અને શૈલેષભાઈ રમેશભાઈ ઠાકોર ધોરણ ચારમાં અભ્યાસ કરતા હતા. જ્યારે મૃતક શૈલેષ શિવરામભાઈ પરમાર ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. હાલ ત્રણે બાળકોના મોતથી આખા ગામમાં શોકનો માહોલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment