રવિવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રવિવારના રોજ સાંજના સમયે એક 28 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. યુવકનું મૃતદેહ ઘરના એક રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ કુલદીપ હતું.
રવિવારના રોજ કુલદીપનો પરિવાર ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. જ્યારે પરિવારના સભ્યો સાંજના સમયે ઘરે આવ્યા ત્યારે તેમને પોતાના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃત્યુ પામેલા કુલદીપ પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, આઠ મહિના પહેલા કુલદીપ એક અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતની ઘટના માટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારથી તેની સારવાર ચાલતી હતી અને તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ કારણોસર કુલદીપે સુસાઇડ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં તો પોલીસે કુલદીપના સુસાઇડનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment