હાલમાં સમગ્ર ગુજરાત ભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. હાલના સમયમાં લગ્નની સિઝનમાં અનોખી કંકોત્રી અને અનોખું પ્રી વેડિંગ શૂટિંગ કરાવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાના દીકરા દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે પરિવારના સભ્યો લગ્નની કંઇક અલગ જ અને અનોખી કંકોત્રી બનાવતા હોય છે. ઘણા લોકો લગ્નની કંકોત્રીની અંદર સમાજલક્ષી મેસેજ છપાવતા હોય છે.
થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર સુરતના રાદડિયા પરિવારની એક કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં પરિવારના સભ્યોએ કંકોત્રીની અંદર વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. ત્યારે હાલમાં અમરેલી જિલ્લાના સાવલિયા પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. લગ્નની આ અનોખી કંકોત્રી જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ અનોખી કંકોત્રી અમરેલીના સાઇબર ક્રાઇમમાં સેવા આપતા એવા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયાની છે. મિત્રો નયનભાઈ પોતાના લગ્ન ખાસ બનાવવા માટે એક અનોખી ડિજિટલ કંકોત્રી બનાવડાવી છે. આ કંકોત્રી 5-6 પાનાની નહીં પરંતુ 27 પાનાની છે. કંકોત્રીની અંદર નયનભાઈ એવું લખાણ છપાવડાવ્યું છે કે જે ઘણા લોકોને કામમાં આવી શકે છે.
મિત્રો આજના આધુનિક જમાનામાં ઘણા લોકો સાયબર ક્રાઇમનો શિકાર બનતા હોય છે. ઓનલાઇન લોકો સાથે થતા ફ્રોડની ઘટનાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયમાં લોકો વચ્ચે જાગૃતતા આવે તે માટે નયનભાઈએ સાયબર ક્રાઈમ એટલે શું અને સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો આ ઉપરાંત સાયબર ક્રાઈમ વિશે કેટલીક જરૂરી માહિતીઓ કંકોત્રીમાં છપાવી છે.
સાયબર ક્રાઈમથી બચવા માટે નાગરિકોને શું શું ધ્યાન રાખવું જોઈએ તે પણ નયનભાઈ સાવલિયાએ પોતાની કંકોત્રીમાં દર્શાવ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સિક્યુરિટી, મોબાઈલ સિક્યુરિટી વગેરેને લઈને લોકોને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે પણ લગ્નની કંકોત્રીમાં ખૂબ જ સારી રીતે દર્શાવ્યું છે.
લગ્નની કંકોત્રીના અલગ અલગ પેજ પર અલગ અલગ પ્રકારની લોકોને કામમાં આવે તેવી માહિતીઓ છપાવી છે. જેમ કે જો તમે સાયબર ક્રાઇમનો શિકાર બનો હતો. હેલ્પ લાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી. નયન ભાઈના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન સાતમી ફેબ્રુઆરીના રોજ અમરેલી હેડ ક્વોટરમાં ફરજ બજાવતા ધારા સાથે થવાના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment