ગાંધીનગરથી તાલીમ લઈને પરત જઇ રહેલા 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ રસ્તામાં નડ્યો અકસ્માત – મહિલા કોન્સ્ટેબલનું કરૂણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતમાં કારણે હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો હશે. ત્યારે હાલમાં દેહગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના આદિવાસી ટ્રાઈબલ વિસ્તારની ગાંધીનગરથી તાલીમ લઇને પરત આવી રહી હતી. ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહનચાલકે મહિલા કોન્સ્ટેબલને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી આ કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મહિલા કોન્સ્ટેબલના મૃત્યુ બાદ ગાર્ડ ઓનર સાથે મહિલા કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર કરાયા હતા. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલનું નામ રેખાબેન કાળુભાઈ ખાંટ હતું.

મળતી માહિતી અનુસાર રેખાબેન ઉકરડી ગામના વતની હતા. રેખાબેન આંતરસુબા પોલીસ સ્ટેશનથી ગાંધીનગર તાલીમ કેન્દ્ર ખાતે એક દિવસની તાલીમ લઇને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન દહેગામ પાસે એક અજાણ્યા વાહનચાલકે મહિલા કોન્સ્ટેબલ રેખાબેનને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં રેખાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 25 વર્ષીય રેખાબેન કાળાભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ રેખાબેનના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને રેખાબેન ના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*