આજકાલ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હૈદરાબાદના નાગૌરમાં લવ મેરેજ બાદ 22 વર્ષીય નીરજનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 6 આરોપીએ મળીને નીરજનો જીવ લીધો હતો.
જેમાંથી પોલીસે 4 ની ધરપકડ કરી લીધી છે અને અન્ય 2 આરોપીની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર ત્રણ આરોપીઓ મૃત્યુ પામેલા નીરજની પત્નીના સંબંધમાં ભાઈઓ છે. બાકીના ત્રણ આરોપીઓ ભાઈઓના મિત્રો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓએ છેલ્લા 15 દિવસથી નીરજ ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓ નીરજનો જીવ લઈ લેવાનો મોકો શોધી રહ્યાં હતા. મળતી માહિતી અનુસાર નીરજ અને તેના દાદા શુક્રવારના રોજ સાંજે બાઈક પર બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓ બાઈક અને સ્કુટી પર નીરજ પાસે પહોંચ્યા અને જાહેરમાં નીરજનો જીવ લઈ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નીરજ અને સંજના બંને દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા.
બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. તેથી બંનેએ પોતાના પરિવારની સંમતિ પણ માંગી હતી. પરંતુ સંજનાનું પરિવાર આ વાતથી નારાજ થઈ ગયું હતું. સંજનાના પરિવારે લગ્નની ના પાડી દીધી હતી. મળતી માહિતી અનુસાર ત્યારબાદ બંને ઘરેથી ભાગીને 13 એપ્રિલ 2021ના રોજ ગણેશ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા.
અઢી મહિના પહેલા નીરજ અને સંજનાના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. છેવટે શુક્રવારના રોજ સંજનાના ત્રણ ભાઈઓએ પોતાના મિત્રો સાથે મળીને નીરજનો જાહેરમાં જીવ લઇ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment