ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે તમને ખબર જ હશે કે થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેકવામાં આવ્યું હતું. હજુ તો આ ઘટનાના થોડાક દિવસો જ થયા છે. તેવામાં ફરી એકવાર ગોપાલ ઇટાલીયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના વિશે જાણીએ તો જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગુડ ખાતે 16 જાન્યુઆરીના રોજ ખેડૂત સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા. ત્યારે સભામાંથી એક શખ્સ અચાનક જ ઉભો થાય છે અને ગોપાલ ઇટાલીયા ઉપર જૂતું ફેકવાનો પ્રયાસ કરે છે.
પરંતુ આ વખતે ઘટના કંઈક અલગ જ હોય છે. અજાણ્યો વ્યક્તિ જૂતું છે કે તે પહેલા જ ત્યાં હાજર જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવે છે અને જૂતું કાઢનાર વ્યક્તિને દબોચી લે છે.
જામનગરમાં પાંચ ડિસેમ્બર 2025 ના રોજ જ્યારે ગોપાલ ઇટાલીયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારે ભારે હોબાળો થયો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. એવામાં 16 જાન્યુઆરીએ જ્યારે ગોપાલ ઇટાલીયા ઉપર ફરીથી જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો અને પોલીસ અને કાર્યકર્તાઓએ યોગ્ય સમયે આવીને આ ઘટના થતા બચાવી.
