મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વિડીયો બનાવવાના ચક્કરમાં યુવાનો અને યુવતીઓ શું કરીને બેઠે છે તે તેમને પણ ખબર રહેતી નથી. ઘણા યુવાનો વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. આ પહેલા પણ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં વિડીયો બનાવવાના ચક્કરમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે.
ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલા તાલુકાના ડભોડા ગામમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં નહાતી વખતે વિડીયો બનાવો બે યુવાનોને મોંઘો પડી ગયો છે. તળાવમાં નહાતી વખતે વિડીયો બનાવી રહેલા બે યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. આ કારણોસર બંનેના મૃત્યુ નીપજ્યા હતા. દિવાળીના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાના કારણે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પહેલાના યુવાનના ત્રણ વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો ડભોડા ગામમાં રહેતા અલ્પેશજી કપૂરજી અને અલ્પેશજી નાગરજી નામના બે યુવાનો ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. નહાતા નહાતા બંને યુવાનો વિડીયો બનાવીને મોજ મસ્તી કરી.
ત્યારે અચાનક જ બંને યુવાનો તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ કારણોસર બંનેના મૃત્યુ થયા હતા. હાલમાં આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ડભોડા ગામના સરપંચે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અમારા ગામના બે યુવાનો તળાવમાં પાણીમાં પડીને વિડીયો બનાવતા હતા.
આ સમયે એક યુવકનો પાળી પરથી છૂટી જાય છે જેના કારણે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન બહાર ઉભો રહીને વિડીયો ઉતારનાર યુવક ત્યાંથી ડરીને ભાગી જાય છે અને આ ઘટનાની જાણ ગામના લોકો અને મૃતક યુવકોના પરિવારજનોને કરે છે. ત્યારબાદ સ્થાનિક તરૈયાઓની મદદથી બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
View this post on Instagram
આ ઘટના બની તે પહેલા ઈન્સ્ટાગ્રામ પર અલ્પેશજી ઠાકોર નામના યુવકે પોતાના એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યા હતા. Royalthakor378 નામના એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યા હતા. જેમાં આખરી વિડીયો દરમિયાન “ખુશ રહેજો તું મારી દિલની દુઆ એજ છે”. આ ઘટના બનતા જ યુવકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment