ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં બનેલી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ એકટીવા ઉપર સવાર થઈને જઈ રહી હતી. આ દરમિયાન સયાજી હોસ્પિટલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે ઓટો રીક્ષા સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.
ઓટોરિક્ષાની અડફેટેમાં આવ્યા બાદ બંને વિદ્યાર્થીનીઓ ત્યાંથી પસાર થઈ રહેલી એક બસની અડફેટેમાં આવી હતી. આ અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે બીજી વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બંને વિદ્યાર્થીનીઓ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં ટેકનોલોજીમાં અભ્યાસ કરતી હતી. વિગતવાર વાત કરીએ તો છાણી ગામમાં પટેલ ફળિયામાં રહેતી 21 વર્ષની કીર્તિ નાયક નામની વિદ્યાર્થીની પરીક્ષા આપીને પોતાની બહેનપણી વૈભવી પ્રજાપતિ સાથે એકટીવા પર ઘર તરફ આવી રહી હતી.
આ દરમિયાન સયાજી હોસ્પિટલ પાસેથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે ત્યાંથી જઈ રહેલી રિક્ષાએ તેમને અડફેટેમાં લીધા હતા. જેના કારણે બંને વિદ્યાર્થીનીઓ એકટીવા ઉપર થી ફંગોળાઈને દૂર જઈને પડી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રાજપીપળા-પાટણની બસે બંને વિદ્યાર્થીનીઓને અડફેટેમાં લીધી હતી.
આ અકસ્માતની ઘટનામાં બંને વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કીર્તિ નાયકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે વૈભવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. કીર્તિના મૃત્યુના સમાચાર પરિવારજનોને થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દીકરી કિર્તિની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment