ફઈના ઘરે લગ્નમાં ગયેલા 2 સગા ભાઈઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા, બંનેના કરૂણ મૃત્યુ – એક સાથે બે ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે 2 સગા ભાઇઓના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બન્ને ભાઇઓએ પોતાની ફઈના ઘરે લગ્નમાં આવ્યા હતા. આ દરમિયાન બન્ને ભાઈઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા.

મળતી માહિતી અનુસાર આ દર્દનાક ઘટના ભીલવાડા શહેરમાં બની હતી. ઘટનામાં 7 વર્ષીય અર્ણવ અને 5 વર્ષીય અહાનનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ હરણી મહાદેવ વિસ્તારમાં આવેલા ધ પામ રિસોર્ટમાં બન્ને ભાઈઓ પોતાની ફઈના ઘરે લગ્નમાં આવ્યા હતા.

પરિવારના તમામ સભ્યો લગ્નમાં વ્યસ્ત હતા. આ દરમિયાન બન્ને ભાઈઓ રમતા રમતા રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પુલ પાસે પહોંચ્યા હતા. ત્યારે બન્ને ભાઈઓ રમતા રમતા સ્વિમિંગમાં પડી ગયા હતા. ઘણા સમય પછી પરિવારના સભ્યોને ખબર પડી કે બંને ભાઈઓ દેખાતા નથી.

તેથી બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના સભ્યોએ બંને ભાઈઓની સ્કૂલમાં જોયા હતા. ત્યારબાદ બન્નેને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ત્યારબાદ લગ્નમાં આવેલા કેટલાક સંબંધીઓ એ બંને માસૂમ બાળકોના મૃતદેહને લગભગ એક કલાક સુધી મીઠામાં દફનાવી રાખ્યા હતા. સંબંધીઓનું કહેવું હતું કે, મૃતદેહને મીઠામાં રાખવાથી બંને બાળકો જીવતાં થઈ જશે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ સાથે બે સગા ભાઇઓના મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા અને બે ભાઈઓની એકસાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*