3 બાળકોના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા : બાઈક પર જઇ રહેલા યુવાનને ટેમ્પાએ લગાવી જબરદસ્ત ટક્કર, નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મૃત્યુ…

Published on: 3:01 pm, Mon, 2 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માત ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર છોટા હાથી ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ગંભીર અકસ્માતની ઘટના હરિયાણા પાણીપત જિલ્લાના સનૌલી જિલ્લામાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં નાના ભાઈની નજરની સામે મોટાભાઈનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના કારણે ત્રણ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલો યુવક પાણીપતમાં નોકરી કરતો હતો.

નોકરી માટે તે દરરોજ યુપી થી પાણીપત અપડાઉન કરતો હતો. આ અકસ્માતની ઘટનામાં 39 વર્ષીય સાની નામના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર 1 મેના રોજ બાઈક પર પાણીપતથી કૈરાના બાઇક પર જઇ રહ્યો હતો. તેની સાથે બીજી બાઈકમાં સાનીનો નાનો ભાઈ અને કાકાનો દીકરો વસીમ હતા.

આ દરમિયાન રસ્તામાં સામેથી પુરપાટ ઝડપે આવતા એક છોટા હાથી ટેમ્પાએ સાનીની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે સાની રોડ પર ફંગોળાઇ ગયો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે એને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બન્યા બાદ ટેમ્પાચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ સાનીનો નાનો ભાઈ અને કાકાનો દીકરો સાનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો રસ્તામાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 બાળકોના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા : બાઈક પર જઇ રહેલા યુવાનને ટેમ્પાએ લગાવી જબરદસ્ત ટક્કર, નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*