ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયો થી કહ્યું હતું કે, ગુજરાતમાં સરકારી શાળાઓ સતત શરૂ થયા ને બે મહિના જેટલો સમય વીતી ગયો છે. છતાં પણ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી. જે ખૂબ જ ગંભીર બાબત છે.
પ્રવીણ રામે જણાવ્યું કે, ભાજપ સરકારનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે સરકારી શાળાઓમાં પુસ્તકો આપી શકાયા નથી. ટેકનિકલ ખામી હોય કે ભાજપ સરકારની બેદરકારી હોય, મુખ્ય મુદ્દો એ છે કે શાળામાં જે માસુમ બાળકો અભ્યાસ કરે છે એમનો શું વાંક? આજે બે મહિના વીતી ગયા છે છતાં પણ બાળકોને પાઠ્યપુસ્તક મળ્યા નથી ત્યારે આ બેદરકારી નું કોણ જવાબદાર? પ્રવીણ રામે જણાવ્યું કે, હું ખાસ કહેવા માગું છું કે જે ગુજરાતના ભાજપ સરકારના નેતાઓ દિલ્હીમાં માનનીય અરવિંદ કેજરીવાલજીની શિક્ષણનીતિ જોવા માટે ગયા હતા. તે લોકોને પહેલા ગુજરાતની કથળી ગયેલી શિક્ષણ નીતિ પર ધ્યાન આપવાની જરૂર છે.
પ્રવીણ રામે કહ્યું કે, આમ આદમી પાર્ટી વતી હું સરકારની ચેતવણી આપું છું કે, ટૂંક સમયની અંદર ગુજરાતની જેટલી શાળાઓ માં પાઠ્યપુસ્તક બાકી છે ત્યાં પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવે અને પાઠ્યપુસ્તક પહોંચાડવામાં નહીં આવે તો ચોક્કસપણે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment