ખેતરથી ઘરે જઈ રહેલા બાઈક સવાર 3 યુવાનોને ટ્રેલરે કચડી નાખ્યા, ત્રણેય યુવાનોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ… જાણો સમગ્ર ઘટના

Published on: 3:28 pm, Fri, 29 July 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ રીતે દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બિકાનેર થી થોડીક દૂર બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર ખેતરેથી બાઈક પર રાત્રિના સમયે ઘરે જઈ રહેલા ત્રણ યુવાનોને એક ટ્રેલર ચાલકે કચડી નાખ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય શાહરુખ ખાન, 21 વર્ષીય દિનેશ મેઘવાલ અને 25 વર્ષીય અરબાઝ નામના યુવાનનું મૃત્યુ થયું છે. ત્રણે રાત્રિના સમયે બાઈક પર ખેતરમાંથી પાછા ફર્યા હતા. આ દરમિયાન એક બેકાબુ ટ્રેલરે બાઈક પર સવાર ત્રણેય યુવાનોને સંપૂર્ણ રીતે કચડી નાખ્યા હતા.

જેના કારણે ત્રણેય યુવાનોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મૃતકોના પરિવારજનોને અકસ્માતની ઘટનાની જાણ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રેલર ડ્રાઇવરને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતકોના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસે ટ્રેલર અને ટ્રેલર ચાલકને કબજે લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરથી ઘરે જઈ રહેલા બાઈક સવાર 3 યુવાનોને ટ્રેલરે કચડી નાખ્યા, ત્રણેય યુવાનોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*