રોડની સાઈડમાં ઊભેલી 2 માસુમ બાળકીને કન્ટેનર ચાલકે કચડી નાખી… એકનું તો ધડથી માથું જુદું પડી ગયું…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં ગુજરાતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હળવદ-માળીયા હાઇવે પર રણજીતગઢ ગામના પાટીયા પાસે આજ રોજ સવારે એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટેમાં લીધા હતા.

The container struck 'Yam' even before reaching home | રોડની સાઇડમાં ઊભેલા  પરિવારને અડફેટે લીધો, ટક્કર એટલી ભયાનક હતી કે 2 મૃતદેહનાં અંગો ક્ષતવિક્ષત  થયાં, એકનું તો ...

જેમાંથી બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંનેના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 15 વર્ષની શર્મિલાબેન કાળુભાઈ છાજીયા અને 7 વર્ષની બાળગીત બિજુરીબેન ભાવનાબેન સાંજે આવે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે મૃત્યુ પામેલી બન્ને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

આ અકસ્માતની ઘટનામાં હિરજીભાઈ વીરજીભાઈ દલવાડી અને કન્ટેનર ચાલક રણજીતસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. હિરજીભાઈ દલવાડી નામના વ્યક્તિના ખેતરમાં ખેતમજૂરી કરતા શ્રમિકો આજે તેમના જઈ રહ્યા હતા.

આ ખેત શ્રમિકોને પૈસાની જરૂર હોવાથી હીરજીભાઈ સવારે 9:00 વાગ્યાની આસપાસ તેમને પૈસા આપવા માટે વાડીએ આવ્યા હતા. આ દરમિયાન તેઓ શ્રમિકો સાથે રોડની સાઈડમાં ઊભા હતા. ત્યારે માળીયા તરફથી આવતા કન્ટેનરે હીરજીભાઈ સાથે ઉભેલી બે બાળકીઓને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર બંને બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું ઉપરાંત ઘટનામાં હીરજીભાઈ પણ ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*