આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દુર્ગા પૂજા જોઈને ઘરે જઈ રહેલા બે યુવકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે આ ઘટનામાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
આ દર્દનાક અકસ્માતની ઘટના સુલતાનપુરમાં બની હતી. બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરીને બંને યુવકોના મૃતદેહ પર કબજો મેળવીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના લખનૌ-બલિયા હાઈવે પર કોતવાલી કાદીપુર વિસ્તારની છે. કોતવાલી હેઠળના મગરાવા ગામના રહેવાસી 24 વર્ષેના ગુડ્ડુ મૌર્ય અને 22 વર્ષેના વિકાસ પ્રજાપતિ કાદીપુર તાલુકા માંથી દુર્ગા પૂજા જોઈને બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી આવતા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકને ટક્કર લગાવનાર વાન રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું.
વાન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વિવેક પ્રજાપતિના ભાઈ સુભાષ પ્રજાપતિની ફરિયાદના આધારે અજાણ્યા વાન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ ગામના બે યુવકોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. બંને યુવકોની એક સાથે અર્થી ઉઠશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment