શુક્રવારના રોજ સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં દુકાનમાં ચા પીને બહાર આવી રહેલા બે યુવકોને એક બેકાબૂ બોલેરો કારે કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક યુવક બાજુમાં પડ્યો હતો. જ્યારે બીજા યુવકને બોલેરો કારચાલક પોતાની સાથે 50 મીટર સુધી ઘસડી ગયું હતું.
ત્યારબાદ બોલેરો કાર એક થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બોલેરો સાથે ઘસડાયેલા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે તેનો સાથીદાર ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ચોક આવનારી ઘટના ઝાંસીના રાજગઢ માંથી સામે આવી રહી છે. ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને કારની નંબર પ્લેટના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 45 વર્ષીય સંતોષકુમાર પાંડે નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સંતોષકુમાર કાનપુર શહેરના બુરાનો રહેવાસી હતો. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું નામ રાહુલ છે.
સંતોષ અને રાહુલ બંને કાચ લગાવવાનું કામ કરતા હતા. રાહુલે ઝાંસીના રાજગઢમાં એક ઘરમાં કાચ લગાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ગુરૂવારના રોજ સાંજના સમયે કાનપુર થી ઝાંસી કાચ લગાવવા માટે સંતોષ રવાના થયો હતો. મોડી રાત્રે બંને રાજગઢ પહોંચ્યા હતા. બંને શુક્રવારના રોજ ઘરમાં કાચ લગાવીને કાનપુર પરત ફરવાના હતા. શુક્રવારના રોજ સવારે જાગીને બંને એક પેટ્રોલ પંપ પાસે આવેલી ચાની દુકાનમાં ચા પીવા માટે ગયા હતા.
મળતી માહિતી અનુસાર સંતોષ અને રાહુલ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ દુકાનમાંથી ચા પીને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન એક ઝડપી બોલેરો કારે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં સંતોષનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
દુકાનમાં ચા પીને બહાર નીકળેલા 2 મિત્રોને બોલેરો કારે ઉડાડીય, 50 મીટર સુધી રોડ ઉપર ઘસડાતા મિત્રની નજર સામે મિત્રનું મોત… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/s4qKl4UdR0
— GUJJU ROCKZ (@gujju_rockz) February 18, 2023
અકસ્માત આટલો ભયંકર હતો કે દ્રશ્યો ચા નો દુકાનદાર બેભાન થઈ ગયો હતો. સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં ઘેર થઈ ગઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે નંબર પ્લેટના આધારે બોલેરો કારકની શોધખોળ શરૂ કરી દીધી છે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment