હાલમાં ગુજરાતના જૂનાગઢમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. જૂનાગઢના ચોરવાડ બંદર નજીકથી પસાર થતી નદીની નહેરના પાણીમાં ડૂબી જવાના કારણે બે યુવકોના મોત થયા છે. આ ઘટના બનતા જ બંને યુવકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ચોરવાડ બંદર નજીક આવેલા સગીતાઈ માતાજીના મંદિર પર બંને યુવકો દર્શન કરવા માટે ગયા હતા.
આ દરમિયાન બંનેમાંથી એક યુવકના પગ પર કીચડ ચોંટી ગયો હતો, એટલા માટે તે કિચડ સાફ કરવા માટે નહેરના પાણીમાં ઊતર્યો હતો. જ્યારે તે નહેરના પાણીમાં ઉતરતો તો આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો અને તે પાણીમાં પડી ગયો હતો. જેથી તેને બચાવવા માટે તેનો સાથી યુવક પણ નહેરમાં છલાંગ લગાવે છે.
આ દરમિયાન બંને યુવકો એક સાથે પાણીમાં ડુબવા લાગ્યા હતા અને બંનેનું પાણીમાં ડૂબી જવાના કારણે રિબાઈ રિબાઈને મોત થયું છે.આ ઘટનામાં રાકેશ વાઢેર અને અજય વાઢેર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાકેશ વેરાવળમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે અજય કેશોદમાં આઈ.ટી.આઈ કરતો હતો.
બંને રવિવારના રોજ ચોરવાડ બંદર ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન રાકેશનો પગ કિચડમાં પડ્યો હતો, જેના કારણે તેના પગમાં કિચડ ચોંટી ગયો હતો. એટલા માટે રાકેશ નેહેરના પાણીમાં પગ ધોવા માટે ગયો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો, એટલે કે પાણીમાં પડી ગયો હતો આ દ્રશ્યો જોઈને અજય રાકેશને બચાવવા માટે પાણીમાં કુદીયો હતો.
પરંતુ નેહરના ઊંડા પાણીમાં રાકેશ અને અજય બન્ને ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતાં કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંનેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
ત્યારે સૌ પ્રથમ રાકેશની અને ત્યારબાદ અજાયને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા રાકેશની ઉંમર 21 વર્ષની હતી અને મૃત્યુ પામેલા અજયની ઉંમર 23 વર્ષની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment